Densely populated cities: આપણી પૃથ્વી પર વસતીનો આંકડો 8 અબજને વટાવી ગયો છે. પરંતુ વાસ્તવિક ચિંતાનો વિષય માત્ર આ સંખ્યા નથી, પરંતુ શહેરોમાં સતત વધી રહેલી વસતીની ગીચતા છે. ખાસ કરીને એશિયા અને આફ્રિકા ખંડના ઘણા દેશો તેમના શહેરોમાં ભીડની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જે એક મોટો પડકાર બની રહી છે. આ શહેરોમાં ગીચતા એટલી હદે વધી ગઈ છે કે લોકો માટે પૂરતી જગ્યા મળવી પણ મુશ્કેલ બની રહી છે. ચાલો આપણે દુનિયાના 10 સૌથી ગીચ વસતીવાળા શહેરો વિશે વિગતવાર જાણીએ અને તેમાં ભારતના કયા શહેરોનો સમાવેશ થાય છે તે સમજીએ.

