પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક મહિલા તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. પોલીસે મહિલા ડોક્ટરની હત્યાના આરોપીની ધરપકડ કરી છે. મહિલા ડોક્ટરની ઘાતકી હત્યા બાદ દેશભરના તબીબોએ આજે હડતાળનું એલાન આપ્યું છે. આ ઉપરાંત તમામ સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને પણ આ હડતાળમાં જોડાવા હાકલ કરી છે.