અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકન માલ પર ટેરિફ શૂન્ય કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દાવામાં કહ્યું હતું કે ભારતે અમેરિકન માલ પર ટેરિફ શૂન્ય કરવાની ઓફર કરી છે, જેને નવી દિલ્હીએ તાત્કાલિક સ્વીકારી નથી. પીટીઆઈના અહેવાલ મુજબ, ટ્રમ્પે મધ્ય-પૂર્વ પ્રવાસ દરમિયાન કતારના દોહામાં એક બિઝનેસ રાઉન્ડ ટેબલ દરમિયાન આ ટિપ્પણી કરી હતી, જ્યાં એપલની તેના આઇફોન માટે ત્યાં ઉત્પાદન પ્લાન્ટ બનાવવાની યોજનાઓની સૌ-પ્રથમ ચર્ચા થઈ હતી.