Get App

ડોનાલ્ડ ટ્રમ્પના વિમાનમાં હવામાં ખરાબી! સ્વિટ્ઝર્લેન્ડ જતા Air Force Oneનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો શું થયું

Air Force One Emergency Landing: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્વિટ્ઝર્લેન્ડ જઈ રહ્યા હતા ત્યારે તેમના Air Force One વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ. વિમાનને તાત્કાલિક વોશિંગ્ટન પરત લાવવું પડ્યું. વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Jan 21, 2026 પર 11:17 AM
ડોનાલ્ડ ટ્રમ્પના વિમાનમાં હવામાં ખરાબી! સ્વિટ્ઝર્લેન્ડ જતા Air Force Oneનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો શું થયુંડોનાલ્ડ ટ્રમ્પના વિમાનમાં હવામાં ખરાબી! સ્વિટ્ઝર્લેન્ડ જતા Air Force Oneનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો શું થયું
Air Force One Emergency Landing: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્વિટ્ઝર્લેન્ડ જઈ રહ્યા હતા ત્યારે તેમના Air Force One વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ.

Air Force One Emergency Landing: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. બુધવારે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સ્વિટ્ઝર્લેન્ડની યાત્રા પર જઈ રહ્યા હતા, ત્યારે તેમના અત્યંત સુરક્ષિત ગણાતા વિમાન ‘Air Force One’માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. રિપોર્ટ્સ મુજબ, વિમાનમાં અચાનક ઈલેક્ટ્રિકલ પ્રોબ્લેમ આવતા તેને તાત્કાલિક વોશિંગ્ટન ડીસી (DC) વિસ્તારમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું છે.

ઘટનાની વિગત શું છે?

મળતી માહિતી મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિના વિમાને મંગળવારે સાંજે સ્વિટ્ઝર્લેન્ડ જવા માટે ઉડાન ભરી હતી. જોકે, ટેકઓફ કર્યાના માત્ર 1 કલાક બાદ જ વિમાનને જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પર પરત ફરવું પડ્યું હતું.

વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ટેકઓફ થયા બાદ તરત જ વિમાનના ક્રૂ મેમ્બર્સને એક નાની ઈલેક્ટ્રિકલ સમસ્યા ધ્યાનમાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનને પરત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સદનસીબે, વિમાનનું લેન્ડિંગ એકદમ સુરક્ષિત રીતે થયું છે અને કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના સર્જાઈ નથી.

મુસાફરી દરમિયાન શું બન્યું હતું?

પ્લેનમાં સવાર એક પત્રકારે જણાવ્યું કે, જ્યારે વિમાને ઉડાન ભરી ત્યારે શરૂઆતમાં બધું સામાન્ય હતું. પરંતુ થોડીવારમાં જ પ્રેસ કેબિનની લાઈટો ઝબકવા લાગી અને થોડા સમય માટે બંધ થઈ ગઈ. શરૂઆતમાં કોઈને ખ્યાલ ન આવ્યો કે શું થયું છે, પરંતુ લગભગ અડધો કલાક પછી જાહેરાત કરવામાં આવી કે પ્લેન પાછું ફરી રહ્યું છે. આ ખામી મામૂલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પ બીજા વિમાનમાં યાત્રા ચાલુ રાખશે

બધા સમાચાર

+ વધુુ વાંચો