Get App

મિડલ ઈસ્ટમાં યુદ્ધનો ભય: ભારતીય નિકાસકારોને સતાવી રહ્યો છે ટ્રાન્સપોર્ટેશન અને ઇન્શ્યોરન્સનો ખર્ચ વધવાનો ડર

Middle East Conflict: મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધથી ભારતીય નિકાસકારો ચિંતામાં છે. રેડ સીમાં જોખમ વધતા ટ્રાન્સપોર્ટ અને ઇન્શ્યોરન્સ ખર્ચ વધવાની શક્યતા. જાણો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Mar 01, 2026 પર 10:53 AM
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો ભય: ભારતીય નિકાસકારોને સતાવી રહ્યો છે ટ્રાન્સપોર્ટેશન અને ઇન્શ્યોરન્સનો ખર્ચ વધવાનો ડરમિડલ ઈસ્ટમાં યુદ્ધનો ભય: ભારતીય નિકાસકારોને સતાવી રહ્યો છે ટ્રાન્સપોર્ટેશન અને ઇન્શ્યોરન્સનો ખર્ચ વધવાનો ડર
Indian Exporters: મિડલ ઈસ્ટમાં વધતો તણાવ અને ભારત પર અસર

Indian Exporters: મિડલ ઈસ્ટમાં સ્થિતિ ફરી એકવાર વણસી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલના જોઈન્ટ એટેક પછી ઈરાને પણ વળતો પ્રહાર શરૂ કરી દીધો છે. આ સૈન્ય ટકરાવના કારણે હવે ભારતીય નિકાસકારો (Exporters) ની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેમને ડર છે કે આ યુદ્ધના કારણે ટ્રાન્સપોર્ટેશન અને ઇન્શ્યોરન્સનો ખર્ચ અચાનક વધી જશે. જો આ તણાવ લાંબો ચાલશે તો, અમેરિકા અને યુરોપ તરફ જતા માલસામાન (શિપમેન્ટ) માં મોટી અડચણ આવી શકે છે. સાથે જ ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી મોંઘવારીનો માર પણ સહન કરવો પડી શકે છે.

ઈરાનનો વળતો પ્રહાર અને અટવાતું ગ્લોબલ ટ્રેડિંગ

અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાન ચૂપ નથી બેઠું. તેણે ઈઝરાયેલની સાથે સાથે મિડલ ઈસ્ટના અડધો ડઝનથી વધુ દેશો પર નિશાન સાધ્યું છે. કતાર, કુવૈત અને યુનાઈટેડ આરબ અમીરાત (UAE) માં આવેલા અમેરિકન મિલિટ્રી બેઝ પણ આ હુમલાઓના ટાર્ગેટ પર છે.

આ બધાની સીધી અસર ગ્લોબલ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેન પર પડી રહી છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) ના પ્રેસિડેન્ટ એસ.સી. રલ્હને જણાવ્યું કે, આ યુદ્ધે ગ્લોબલ ટ્રેડિંગના રસ્તાઓ બ્લોક કરવાનું શરૂ કરી દીધું છે.

ખર્ચ અને સમય બંને વધશે

રસ્તાઓ બદલાયા: હવાઈ માર્ગો બદલવામાં આવી રહ્યા છે અને લાલ સાગર (Red Sea) તેમજ ખાડી દેશોના મુખ્ય દરિયાઇ રસ્તાઓ પર અનિશ્ચિતતા ઊભી થઈ છે.

15થી 20 દિવસનું મોડું: જો સ્વેઝ નહેરનો રસ્તો બંધ થાય, તો જહાજોને 'કેપ ઓફ ગુડ હોપ' ના લાંબા રસ્તેથી મોકલવા પડશે. આનાથી યુરોપ અને અમેરિકા પહોંચવામાં 15 થી 20 દિવસ વધારે લાગી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો