FIDE Women Chess World Cup: ચેસની દુનિયામાંથી ભારત માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય ખેલાડીએ વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. દિવ્યા દેશમુખે ભારતની કોનેરુ હમ્પીને ટાઈબ્રેકમાં હરાવીને 2025નો FIDE મહિલા વર્લ્ડ કપ જીત્યો છે. આ સાથે, તે ભારતની 88મી ગ્રાન્ડમાસ્ટર પણ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે કોનેરુ હમ્પી ભારતની દિગ્ગજ ચેસ ખેલાડીઓમાંની એક છે.