Pod Taxi India: ભારતમાં શહેરી પરિવહન એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે. વંદે ભારત અને નમો ભારત જેવી ટ્રેનો બાદ હવે દેશને ટૂંક સમયમાં પ્રથમ પોડ ટેક્સીની ભેટ મળવા જઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારે દેશના સૌપ્રથમ પોડ ટેક્સી નેટવર્કને મંજૂરી આપી દીધી છે, જે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવામાં મહત્વનો ભાગ ભજવશે.

