Get App

પશ્ચિમ રેલવેના મુસાફરો માટે ખુશખબર: હવે મળશે ‘કવચ’ની અતૂટ સુરક્ષા, 483 કરોડના ખર્ચે થશે આ મોટા ફેરફાર!

Indian Railways Kavach System: ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા માટે પશ્ચિમ રેલવેમાં 483.65 કરોડના ખર્ચે ‘કવચ’ સિસ્ટમ લગાવશે. ઉધના-જલગાંવ રૂટ અને 436 એન્જિનો થશે અપગ્રેડ. વાંચો વિગતવાર અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Jan 19, 2026 પર 11:46 AM
પશ્ચિમ રેલવેના મુસાફરો માટે ખુશખબર: હવે મળશે ‘કવચ’ની અતૂટ સુરક્ષા, 483 કરોડના ખર્ચે થશે આ મોટા ફેરફાર!પશ્ચિમ રેલવેના મુસાફરો માટે ખુશખબર: હવે મળશે ‘કવચ’ની અતૂટ સુરક્ષા, 483 કરોડના ખર્ચે થશે આ મોટા ફેરફાર!
Indian Railways Kavach System: ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા માટે પશ્ચિમ રેલવેમાં 483.65 કરોડના ખર્ચે ‘કવચ’ સિસ્ટમ લગાવશે.

Indian Railways Kavach System: ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લાખો યાત્રીઓ માટે એક ખૂબ જ મહત્વના અને સારા સમાચાર આવ્યા છે. રેલવે યાત્રાને હવે વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર બનાવવા માટે સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના નેતૃત્વમાં, પશ્ચિમ રેલવે (Western Railway)ને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ માટે બે મોટા પ્રોજેક્ટ્સનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનો કુલ ખર્ચ 483.65 કરોડ અંદાજવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવેમાં ‘કવચ’ (કવચ - ટ્રેન ટક્કર રોધી પ્રણાલી) સિસ્ટમનો અમલ કરવાનો છે, જેથી અકસ્માતો રોકી શકાય.

ઉધના-જલગાંવ રૂટ પર લાગશે ‘કવચ’નું સુરક્ષા ચક્ર

પશ્ચિમ રેલવેના મહત્વના ગણાતા ઉધના-જલગાંવ રેલ સેક્શન પર મુસાફરી હવે વધુ સુરક્ષિત બનશે. 2024-25 ના અમ્બ્રેલા વર્ક અંતર્ગત આ રૂટ પર કવચ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ રૂટની લંબાઈ 307 કિલોમીટર છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 109.83 કરોડ નો ખર્ચ પ્રસ્તાવિત છે. ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો આ રેલવે સેક્શન ખૂબ જ વ્યસ્ત રહેતો હોવાથી, અહીં કવચ સિસ્ટમ લાગવાથી ટ્રેન ઓપરેશનની સેફ્ટી અનેકગણી વધી જશે.

436 રેલવે એન્જિનો થશે હાઈ-ટેક

ફક્ત રેલવે ટ્રેક પર જ નહીં, પરંતુ ટ્રેનના એન્જિનોમાં પણ આધુનિક ફેરફારો કરવામાં આવશે. કવચ સિસ્ટમ એકદમ સચોટ રીતે કામ કરે તે માટે પશ્ચિમ રેલવેના 436 લોકોમોટિવ્સ (એન્જિનો) ને અપગ્રેડ કરવામાં આવશે. આ એન્જિનોમાં નવી ટેકનોલોજી અને પ્રોગ્રામિંગ અપડેટ કરવા માટે 373.82 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. આ અપગ્રેડેશનને કારણે ટ્રેન ચલાવતા ડ્રાઈવરોને રીયલ-ટાઈમ ડેટા મળશે અને સંભવિત અકસ્માતો ટાળી શકાશે.

મોટી યોજનાનો એક ભાગ

બધા સમાચાર

+ વધુુ વાંચો