Google AI Safety: ટેક જાયન્ટ ગૂગલે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્ત્વપૂર્ણ અપડેટ્સની જાહેરાત કરી છે. નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ગૂગલે જણાવ્યું કે આ નવા અપડેટ્સ માત્ર AIને ઉપયોગમાં સુરક્ષિત બનાવશે નહીં, પરંતુ લોકોને તેના દુરુપયોગથી પોતાને બચાવવા માટે જરૂરી સાધનો પણ પૂરા પાડશે. આ સુવિધાઓ ભારતીય યુઝર્સને ઓનલાઇન સુરક્ષા અને ડિજિટલ વિશ્વાસ પ્રદાન કરવાના હેતુથી રજૂ કરવામાં આવી છે.

