Get App

Gujarat Heavy Rain Prediction: હવામાન વિભાગની આગામી 24 કલાકમાં ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Gujarat Heavy Rain Prediction: હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલે પણ મેઘો જૂનાગઢ અને નવસારીને ઘમરોળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાજમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 22, 2023 પર 7:45 PM
Gujarat Heavy Rain Prediction: હવામાન વિભાગની આગામી 24 કલાકમાં ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહીGujarat Heavy Rain Prediction: હવામાન વિભાગની આગામી 24 કલાકમાં ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલે પણ મેઘો જૂનાગઢ અને નવસારીને ઘમરોળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાજમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાત આખામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે આજે જૂનાગઢ, અમરેલી અને નવસારીમાં તો બારેમેઘ ખાંગા થયા છે. જૂનાગઢમાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. જૂનાગઢ અને અમરેલીમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. ત્યાં જ અમદાવાદમાં પણ સમી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો છે અને શહેરમાં વિઝિબિલીટી ઝીરો થઇ ગઇ છે. ત્યારે આવતીકાલ માટે હવામાન વિભાગે રાજ્યના 7 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો