Get App

Gujarat Rain 2025: ગુજરાતમાં વરસાદના વિરામ બાદ આજે ક્યાં કરાઈ છે વરસાદની આગાહી?

Gujarat Rain 2025: હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં વરસાદનું જોર ફરીથી વધી શકે છે, ખાસ કરીને 22 જુલાઈ બાદ હવામાનમાં ફેરફારની શક્યતા છે. જોકે, આજે અને આવતીકાલે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની ધારણા છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 18, 2025 પર 10:46 AM
Gujarat Rain 2025: ગુજરાતમાં વરસાદના વિરામ બાદ આજે ક્યાં કરાઈ છે વરસાદની આગાહી?Gujarat Rain 2025: ગુજરાતમાં વરસાદના વિરામ બાદ આજે ક્યાં કરાઈ છે વરસાદની આગાહી?
આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Weather Forecast: ગુજરાતમાં ચોમાસાનું જોર ધીમું પડ્યું છે, અને હવામાન વિભાગે આજે શુક્રવાર, 18 જુલાઈ 2025 માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગુરુવારે માત્ર 6 તાલુકામાં નજીવો વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ પોણો ઈંચ જેટલો વરસાદ જોવા મળ્યો. આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, પરંતુ તેનું પ્રમાણ ઓછું રહેવાની ધારણા છે.

આજે ક્યાં પડી શકે છે વરસાદ?

હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. નીચેના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ.

મધ્ય ગુજરાત: ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહિસાગરમાં પણ ગાજવીજ સાથે હળવો કે મધ્યમ વરસાદ.

દક્ષિણ ગુજરાત: નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ.

સૌરાષ્ટ્ર અને કચ્છ: સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં સામાન્ય વરસાદની શક્યતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો