Get App

Gujarat Police: દિવાતળે જ અંધારુ, ટ્રાફિક ડ્રાઈવનો ફિયાસ્કો, રાજ્ય પોલીસ વડાના આદેશને ઘોળીને પી ગયા વડોદરાના પોલીસકર્મીઓ

Vadodra Police: રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજયના તમામ પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ વડાઓને આદેશ કરાયો છે કે રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓ ટ્રા્ફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે. હેલમેટ પહેરે, સીટ બેલ્ટ લગાવે અને પોતાના વાહનોને તેના પર પોલીસ કે પી ન લખે. જો કે વડોદરા પોલીસ કમિશનર કચેરીમાં દિવાતળે જ અંધારુ જોવા મળ્યુ છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 21, 2023 પર 12:29 PM
Gujarat Police: દિવાતળે જ અંધારુ, ટ્રાફિક ડ્રાઈવનો ફિયાસ્કો, રાજ્ય પોલીસ વડાના આદેશને ઘોળીને પી ગયા વડોદરાના પોલીસકર્મીઓGujarat Police: દિવાતળે જ અંધારુ, ટ્રાફિક ડ્રાઈવનો ફિયાસ્કો, રાજ્ય પોલીસ વડાના આદેશને ઘોળીને પી ગયા વડોદરાના પોલીસકર્મીઓ
Gujarat Police: દિવાતળે જ અંધારુ

Gujarat Police: શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે ? શું પોલીસ કર્મચારીઓને નથી લાગુ પડતા નિયમો. આ સવાલ એટલા માટે થવો વ્યાજબી છે કારણ કે રાજ્ય પોલીસ વડાના આદેશનો વડોદરાના પોલીસ કર્મચારીઓ જ ઉલાળિયો કરી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. વડોદરાના પોલીસ કર્મચારીઓ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશને જાણે ઘોળીને પી ગયા છે. પોલીસ કર્મચારીઓ જ નિયમોનો ભંગ કરતા જોવા મળી રહ્યાં છે.

પોલીસકર્મીઓ જ નિયમોનો ભંગ કરતા દેખાયા

પોલીસ ભવનમાં ટૂ વ્હીલર અને ફોર વ્હીલરમાં પોલીસ લખેલી પ્લેટ જોવા મળી રહી છે. એટલું જ નહીં ફોર વહીલરમાં પોલીસ લખેલી પ્લેટ અને રેડ બ્લુ સ્ટીકર પણ જોવા મળ્યાં હતા. સાથે જ પોલીસની ઓળખ છતી થાય તેવા ચિહ્નો પણ જોવા મળ્યાં. રાજ્ય પોલીસ વડાના આદેશનો વડોદરાના પોલીસકર્માચારીઓ જ ઉલાળિયો કરતા હોય તેવું પ્રતિત થાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો