Get App

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

Gujarat Rain forecast: આજે, 2 જુલાઈ 2025, બુધવારે ફરી એકવાર રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 02, 2025 પર 10:31 AM
ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે.

Gujarat Rain forecast: ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે અને રોજે રોજ મેઘરાજા રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહેર કરી રહ્યા છે. જોકે, છેલ્લા બે દિવસથી વરસાદનું જોર થોડું ઘટ્યું હોવાનું જોવા મળ્યું છે. પરંતુ, હવામાન વિભાગે આજે, 2 જુલાઈ 2025, બુધવારે ફરી એકવાર રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

આજે કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ?

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, નીચેના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે:

મધ્ય ગુજરાત: પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર

દક્ષિણ ગુજરાત: નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી

સૌરાષ્ટ્ર: અમરેલી, ભાવનગર

આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો