ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો છે. ગાંધીનગરમાં ગઈકાલે સાંજે અચાનક વાતાવરણ બદલાયું અને મીની વાવાઝોડું ફૂંકાતાં ધૂળની ડમરીઓ ઉડી હતી. આ બાદ ધોધમાર વરસાદે શહેરને ભીંજવી દીધું. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગાંધીનગર જિલ્લામાં ભારે પવન અને વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આવું વાતાવરણ સર્જાયું છે, જેના લીધે લોકોને ઉનાળામાં છત્રી-રેઈનકોટ લઈને ફરવું પડે તેવી સ્થિતિ થઈ છે.