Axiom-4 Mission Launch: આજનો દિવસ દરેક ભારતીય માટે ઐતિહાસિક દિવસ છે. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર લઈ જતું એક્સિઓમ-4 મિશન આખરે બુધવારે (25 જૂન, 2025) ના રોજ લોન્ચ થયું છે. રાકેશ શર્મા પછી, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ચાર દાયકામાં અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી છે. Axiom-4 મિશનનું નેતૃત્વ કમાન્ડર પેગી વ્હીટસન કરી રહ્યા છે. શુક્લા આમાં મિશન પાઇલટ છે. આ ઉપરાંત, હંગેરિયન અવકાશયાત્રી ટિબોર કાપુ અને પોલેન્ડના સ્લેવોજ ઉઝનાન્સ્કી-વિસ્નીવસ્કી મિશન નિષ્ણાતો છે.