India Russia Oil Trade: ભારતની તેલ ખરીદી અને અમેરિકા સાથેના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રશિયાએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. રશિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈ પણ દેશ પાસેથી કાચું તેલ (Crude Oil) ખરીદવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે ભારત તેલ ખરીદવા માટે માત્ર રશિયા પર નિર્ભર નથી અને જો ભારત બીજા વિકલ્પો શોધે છે, તો તેમાં કઈ ખોટું નથી.

