India-France Defense Deal: ભારત અને ફ્રાંસ એક મહત્વની રક્ષા ડીલની નજીક છે, જેમાં 61,000 કરોડ રૂપિયાના ખર્ચે 120 kN જેટ એન્જિનનું સહ-વિકાસ થશે. આ એન્જિન એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) અને ઈન્ડિયન મલ્ટીરોલ હેલિકોપ્ટર (IMRH) માટે ઉપયોગમાં લેવાશે. આ ડીલ ભારતની રક્ષા ક્ષમતાને મજબૂત કરશે અને આત્મનિર્ભર ભારતના સપનાને હકીકતમાં બદલશે.