Get App

India USA Trade Deal: ભારતને બાંગ્લાદેશ જેવો '0' ટેરિફનો લાભ જોઈએ છે? તો અમેરિકાની આ ખાસ શરત માનવી પડશે!

India USA Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારમાં ટેક્સટાઈલ સેક્ટર માટે મોટા સમાચાર. શું ભારતને બાંગ્લાદેશ જેવો '0' ટેરિફનો લાભ મળશે? જાણો અમેરિકાએ કઈ શરત મૂકી છે અને પીયૂષ ગોયલે શું મોટો ખુલાસો કર્યો છે. વાંચો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Feb 13, 2026 પર 1:20 PM
India USA Trade Deal: ભારતને બાંગ્લાદેશ જેવો '0' ટેરિફનો લાભ જોઈએ છે? તો અમેરિકાની આ ખાસ શરત માનવી પડશે!India USA Trade Deal: ભારતને બાંગ્લાદેશ જેવો '0' ટેરિફનો લાભ જોઈએ છે? તો અમેરિકાની આ ખાસ શરત માનવી પડશે!
India USA Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારમાં ટેક્સટાઈલ સેક્ટર માટે મોટા સમાચાર.

India USA Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અને વેપાર હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર કરારની જાહેરાત કરી તેને 10 દિવસ વીતી ગયા છે, છતાં તેને લઈને અલગ-અલગ તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. જોકે, આ દરમિયાન ભારતીય નિકાસકારો (Exporters) માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ કરારની 'ફેક્ટ શીટ'માં કેટલાક સુધારા કરીને ભારતને અમુક શરતોમાં મોટી છૂટ આપી છે.

ટેક્સટાઈલ સેક્ટર માટે '0' ટેરિફની આશા

ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે નિકાસકારોને સારા સમાચાર આપતા કહ્યું કે, ભારતીય કાપડ ઉદ્યોગ (Textile Sector) ને અમેરિકામાં મોટો ફાયદો મળી શકે છે. તેમણે સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં ભારતીય કાપડ પર પણ અમેરિકામાં ‘શૂન્ય ટેરિફ' (Zero Tariff) લાગુ થઈ શકે છે.

અત્યાર સુધી બાંગ્લાદેશને અમેરિકા સાથેના વેપાર કરારનો મોટો ફાયદો મળતો હતો, જેના કારણે ભારતીય નિકાસકારોને સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બનતું હતું. પરંતુ હવે પીયૂષ ગોયલના નિવેદન બાદ ભારતીય વેપારીઓમાં નવી આશા જાગી છે.

અમેરિકાએ કઈ શરત મૂકી છે?

પીયૂષ ગોયલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જો ભારતને પણ બાંગ્લાદેશ જેવો ‘0' ટેરિફનો લાભ જોઈતો હોય, તો એક પ્રક્રિયા અનુસરવી પડશે. શરત મુજબ, ભારતે અમેરિકામાંથી કાચો માલ (Raw Material) ખરીદવો પડશે, તેનું ભારતમાં પ્રોસેસિંગ કરીને કાપડ તૈયાર કરવું પડશે અને પછી તે તૈયાર થયેલું કાપડ પાછું અમેરિકા નિકાસ કરવાનું રહેશે. જો આમ કરવામાં આવે તો તેના પર કોઈ ટેરિફ કે ટેક્સ લાગશે નહીં.

હાલમાં જે વચગાળાનો કરાર (Interim Deal) થયો છે તેમાં આ બાબતનો સમાવેશ નથી થયો, પરંતુ જ્યારે બંને દેશો વચ્ચે ‘ફાઈનલ ડીલ' એટલે કે અંતિમ કરાર થશે ત્યારે આ નિયમ લાગુ કરવામાં આવશે. મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે જ્યારે આખી ડીલ તૈયાર થઈ જશે ત્યારે દરેક ઝીણવટભરી વિગત સામે આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો