India Export Hub: ભારત સરકાર દેશને ગ્લોબલ એક્સપોર્ટ હબ બનાવવા માટે ઝડપથી આગળ વધી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે, દેશના એક્સપોર્ટને વધારવા માટે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પોતાની એક્સપોર્ટ રણનીતિ તૈયાર કરી લીધી છે. આ રણનીતિનો હેતુ દેશના દરેક જિલ્લાની ક્ષમતાનો ઉપયોગ કરીને તેને એક્સપોર્ટનું કેન્દ્ર બનાવવાનો છે. આ પહેલ ફોરેન ટ્રેડ પોલિસી 2023 હેઠળ શરૂ કરવામાં આવેલી District Export Hub યોજનાનો એક ભાગ છે.