Get App

‘રાફેલથી ભારત જ મજબૂત બનશે’: 114 રાફેલ ડીલની ટીકા પર Macronનો સ્પષ્ટ જવાબ

Emmanuel Macronએ 114 રાફેલ ડીલ પર થયેલી ટીકા ફગાવી. કહ્યું કે આ સોદો ભારતને સૈન્ય રીતે મજબૂત બનાવશે અને રોજગાર પણ ઊભો કરશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 20, 2026 પર 10:37 AM
‘રાફેલથી ભારત જ મજબૂત બનશે’: 114 રાફેલ ડીલની ટીકા પર Macronનો સ્પષ્ટ જવાબ‘રાફેલથી ભારત જ મજબૂત બનશે’: 114 રાફેલ ડીલની ટીકા પર Macronનો સ્પષ્ટ જવાબ
Emmanuel Macronએ 114 રાફેલ ડીલ પર થયેલી ટીકા ફગાવી.

India France Defence Deal: ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી 114 રાફેલ ફાઈટર જેટની મોટી ડીલને લઈને ફરી એક વખત ચર્ચા તેજ બની છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ Emmanuel Macron એ આ સોદા પર થઈ રહેલી ટીકાઓનો ખુલ્લેઆમ જવાબ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે આ ડીલથી ભારતને જ ફાયદો થશે.

‘ટીકા સમજાતી નથી’: Macron

દિલ્હીમાં આયોજિત ‘AI Impact Summit’ દરમિયાન જ્યારે મેક્રોનને રાફેલ ડીલ અંગે પ્રશ્ન પૂછાયો, ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમણે કહ્યું:

“મને સમજાતું નથી કે લોકો આની ટીકા કેમ કરે છે. આ સોદો તમારા દેશને જ મજબૂત બનાવે છે.” તેમણે 114 રાફેલ લડાકૂ વિમાનોની ખરીદીનો બચાવ કરતા જણાવ્યું કે આ ફાઈટર જેટ્સ ભારતની સૈન્ય શક્તિમાં નોંધપાત્ર વધારો કરશે.

‘ડીલથી ભારતને સૈન્ય અને આર્થિક ફાયદો’

Macronના જણાવ્યા અનુસાર આ સોદો ભારતને સૈન્ય રીતે વધુ શક્તિશાળી બનાવશે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બનશે, ભારતમાં રોજગારીની નવી તકો ઊભી થશે

તેમણે સ્પષ્ટ કર્યું કે આ કરારનું વ્યાવસાયિક પાસું Dassault Aviation અને ભારત સરકાર વચ્ચેની ચર્ચાનો ભાગ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો