Get App

ISROની ઐતિહાસિક ઉડાન: ‘બાહુબલી' રોકેટે સૌથી ભારે વિદેશી સેટેલાઇટને અંતરિક્ષમાં પહોંચાડ્યો, જાણો સમગ્ર મિશન

ISROએ તેના સૌથી પાવરફૂલ રોકેટ LVM3-M6 દ્વારા અત્યાર સુધીના સૌથી ભારે વિદેશી સેટેલાઇટ, 'બ્લુ બર્ડ બ્લોક-2'ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. જાણો આ મિશન કેવી રીતે વિશ્વભરમાં સીધા સ્માર્ટફોન પર 4G અને 5G સર્વિસ પ્રોવાઇડ કરશે.

MoneyControl Newsઅપડેટેડ Dec 24, 2025 પર 10:11 AM
ISROની ઐતિહાસિક ઉડાન: ‘બાહુબલી' રોકેટે સૌથી ભારે વિદેશી સેટેલાઇટને અંતરિક્ષમાં પહોંચાડ્યો, જાણો સમગ્ર મિશનISROની ઐતિહાસિક ઉડાન: ‘બાહુબલી' રોકેટે સૌથી ભારે વિદેશી સેટેલાઇટને અંતરિક્ષમાં પહોંચાડ્યો, જાણો સમગ્ર મિશન
ISROએ તેના સૌથી પાવરફૂલ રોકેટ LVM3-M6 દ્વારા અત્યાર સુધીના સૌથી ભારે વિદેશી સેટેલાઇટ, 'બ્લુ બર્ડ બ્લોક-2'ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે.

ISRO LVM3-M6 Mission: ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) એ વધુ એક વખત ઈતિહાસ રચીને વૈશ્વિક સ્તરે ભારતનો દબદબો સાબિત કર્યો છે. ઈસરોએ સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી તેના સૌથી પાવરફૂલ અને 'બાહુબલી' તરીકે ઓળખાતા રોકેટ LVM3-M6નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. આ મિશન હેઠળ, LVM3 રોકેટે અત્યાર સુધીના સૌથી ભારે વિદેશી સેટેલાઇટ ‘બ્લુ બર્ડ બ્લોક-2’ને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો છે. આ સફળતાથી ભારતે કોમર્શિયલ સ્પેસ સેક્ટરમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે.

મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય

આ મિશન અમેરિકાની કંપની AST SpaceMobile સાથેની એક મોટી કોમર્શિયલ ડીલનો ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નેક્સ્ટ જનરેશન કોમ્યુનિકેશન સેટેલાઇટને અંતરિક્ષમાં તૈનાત કરવાનો છે, જેનો સીધો ફાયદો સામાન્ય સ્માર્ટફોન યુઝર્સને મળશે. આ સેટેલાઇટ વિશ્વભરમાં કોઈપણ ખાસ ડિવાઇસ વગર સીધા સ્માર્ટફોન પર હાઈ-સ્પીડ 4G અને 5G મોબાઈલ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડ કરશે. જેનાથી યુઝર્સ વૉઇસ કૉલ, વીડિયો કૉલ, ઈન્ટરનેટ ડેટા અને મેસેજિંગ જેવી સુવિધાઓ સરળતાથી મેળવી શકશે.

LVM3 રોકેટની સિદ્ધિ

‘બ્લુ બર્ડ બ્લોક-2’ સેટેલાઇટ એ LVM3 રોકેટ દ્વારા લો અર્થ ઓર્બિટમાં મોકલવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ભારે પેલોડ છે, જે આ રોકેટના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ ગણાય છે. ISROનું LVM3 રોકેટ 43.5 મીટર ઊંચું છે અને તેનું કુલ વજન (લિફ્ટ-ઓફ માસ) લગભગ 640 ટન છે. તેની ક્ષમતા જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં લગભગ 4,200 કિલોગ્રામ સુધીનો પેલોડ લઈ જવાની છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો