World's Best Cities 2025-26: વિશ્વના શ્રેષ્ઠ શહેરોની બહુપ્રતિક્ષિત યાદી, જે વર્ષ 2025-26 માટેની છે, તે હવે જાહેર થઈ ગઈ છે. આ યાદીમાં ફરી એકવાર બ્રિટનની રાજધાની લંડને પોતાનું વર્ચસ્વ સાબિત કરતાં સતત 11મી વખત પ્રથમ સ્થાન મેળવ્યું છે. લંડનની આ અદ્ભુત સિદ્ધિ તેને વૈશ્વિક સ્તરે એક અગ્રણી શહેર તરીકે સ્થાપિત કરે છે. ભારત માટે પણ આ યાદીમાં સારા સમાચાર છે, કારણ કે દેશના 4 મહાનગરોએ ટોપ-100માં સ્થાન મેળવીને ગૌરવ વધાર્યું છે.

