Get App

NRIનો ભારત પર ભરોસો વધ્યો: હેલ્થ ઈન્શ્યોરન્સની ખરીદીમાં 126% નો રેકોર્ડબ્રેક ઉછાળો

Health Insurance India: વિદેશમાં મોંઘી સારવારથી કંટાળેલા NRI હવે ભારતમાં હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ રહ્યા છે. પોલિસી ખરીદીમાં 126% નો તોતિંગ વધારો નોંધાયો છે. જાણો શા માટે વિદેશી ભારતીયો ભારતની મેડિકલ સુવિધાઓ પસંદ કરી રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 17, 2026 પર 11:34 AM
NRIનો ભારત પર ભરોસો વધ્યો: હેલ્થ ઈન્શ્યોરન્સની ખરીદીમાં 126% નો રેકોર્ડબ્રેક ઉછાળોNRIનો ભારત પર ભરોસો વધ્યો: હેલ્થ ઈન્શ્યોરન્સની ખરીદીમાં 126% નો રેકોર્ડબ્રેક ઉછાળો
Health Insurance India: વિદેશમાં મોંઘી સારવારથી કંટાળેલા NRI હવે ભારતમાં હેલ્થ ઈન્શ્યોરન્સ લઈ રહ્યા છે.

Health Insurance India: વિદેશની ધરતી પર કમાણી સારી છે, પણ જ્યારે વાત સ્વાસ્થ્ય અને સારવારની આવે છે ત્યારે ત્યાંનો ખર્ચો સાંભળીને ઘણા લોકોના પરસેવા છૂટી જાય છે. આ જ કારણ છે કે વિદેશમાં વસતા ભારતીયો (NRI) હવે સ્વાસ્થ્ય વીમા અને સારવાર માટે ઝડપથી ભારત તરફ વળી રહ્યા છે.

તાજેતરમાં આવેલા ડિજિટલ ઈન્શ્યોરન્સ પ્લેટફોર્મ ‘પોલિસીબઝાર'ના એક રિપોર્ટ મુજબ, NRI દ્વારા ખરીદવામાં આવતી હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીમાં વાર્ષિક ધોરણે 126%નો જબરદસ્ત વધારો નોંધાયો છે. ઓછું પ્રીમિયમ, સરળ ડિજિટલ પ્રોસેસ અને AI ટેકનોલોજી દ્વારા થતી તપાસને કારણે આ ટ્રેન્ડમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

હવે NRI માત્ર ઈમરજન્સી માટે જ નહીં, પણ એક સંપૂર્ણ હેલ્થ સોલ્યુશન તરીકે ભારતીય વીમા કંપનીઓ પર ભરોસો મૂકી રહ્યા છે. ખાસ કરીને ભારતમાં રહેતા તેમના માતા-પિતા અને પરિવાર માટે તેઓ હવે વ્યાપક કવરેજ પસંદ કરી રહ્યા છે.

ટેકનોલોજીએ બદલી નાખ્યું ચિત્ર

પોલિસીબઝારના હેલ્થ ઈન્શ્યોરન્સ હેડ સિદ્ધાર્થ સિંઘલના જણાવ્યા મુજબ, હવે ભૌગોલિક સીમાઓ કોઈ અવરોધ નથી રહી. AI આધારિત મેડિકલ ચેકઅપ અને સંપૂર્ણ ડિજિટલ ઓનબોર્ડિંગને કારણે વિદેશમાં બેઠા-બેઠા પોલિસી લેવી સરળ બની છે. આંકડાઓ પર નજર કરીએ તો:

* ફેમિલી ફ્લોટર પોલિસી લેનારાઓની સંખ્યામાં 70% નો વધારો થયો છે.

* માતા-પિતા માટે અલગ કવરેજ લેનારાઓની સંખ્યા 60% વધી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો