Get App

NSA અજિત ડોભાલનું મોટું નિવેદન, કહ્યું- 'ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં, વિદેશી મીડિયાએ ફેલાવ્યા ખોટા સમાચાર

Ajit Doval On Operation Sindoor: કાર્યક્રમને સંબોધતા અજિત ડોભાલે કહ્યું- "આપણે આપણી પોતાની સ્વદેશી ટેકનોલોજી વિકસાવવી પડશે. અહીં સિંદૂરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમને ગર્વ છે કે તેમાં કેટલી સ્વદેશી સામગ્રી હતી. આપણે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનું નક્કી કર્યું. આ સરહદી વિસ્તારોમાં નહોતા."

MoneyControl Newsઅપડેટેડ Jul 11, 2025 પર 1:48 PM
NSA અજિત ડોભાલનું મોટું નિવેદન, કહ્યું- 'ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં, વિદેશી મીડિયાએ ફેલાવ્યા ખોટા સમાચારNSA અજિત ડોભાલનું મોટું નિવેદન, કહ્યું- 'ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં, વિદેશી મીડિયાએ ફેલાવ્યા ખોટા સમાચાર
ડોભાલે ભારપૂર્વક જણાવ્યું કે ભારત પાસે પાકિસ્તાનના એરપોર્ટ્સને નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે

Ajit Doval On Operation Sindoor: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે ઓપરેશન સિંદૂરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઓપરેશનમાં ભારતને કોઈ નુકસાન થયું નથી અને વિદેશી મીડિયાએ જાણીજોઈને ખોટા સમાચાર ફેલાવ્યા. ડોભાલે આ વાત IIT મદ્રાસના 62મા દીક્ષાંત સમારોહમાં સંબોધન દરમિયાન કહી.

ઓપરેશન સિંદૂર: 23 મિનિટમાં 9 આતંકી ઠેકાણાં નષ્ટ

NSA ડોભાલે જણાવ્યું કે ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાં પર ચોક્કસ નિશાનો સાધ્યો, જે સરહદી વિસ્તારોમાં નહોતા. આ ઓપરેશનમાં એકપણ નિશાનો ચૂકાયો નથી, અને તેમણે કહ્યું ઓપરેશન 23 મિનિટમાં પૂર્ણ થયું. તેમણે ગર્વ સાથે કહ્યું, "આ ઓપરેશનમાં સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો, જેનું આપણે સન્માન કરવું જોઈએ."

વિદેશી મીડિયા પર ડોભાલનો પ્રહાર

અજીત ડોભાલે વિદેશી મીડિયા પર નિશાન સાધતા કહ્યું, "વિદેશી મીડિયાએ ખોટા સમાચાર ફેલાવ્યા કે પાકિસ્તાને આવું-તેવું કર્યું. પરંતુ એકપણ એવી તસવીર બતાવો જેમાં ભારતનું કોઈ નુકસાન દેખાય. આજે સેટેલાઈટનો જમાનો છે, પણ એકપણ નુકસાનની તસવીર નથી." તેમણે વધુમાં કહ્યું, "ન્યૂયોર્ક ટાઈમ્સ સહિતના મીડિયાએ ખોટી માહિતી ફેલાવી. 10 મે પહેલાં અને પછીની તસવીરોમાં પાકિસ્તાનના 13 એરપોર્ટ જોવા મળ્યા, પછી ભલે તે સરગોધા હોય, રહીમ યાર ખાન હોય કે ચકલાલા."

બધા સમાચાર

+ વધુુ વાંચો