Get App

પાકિસ્તાને ભારતની રાહે ચાલીને બનાવ્યો AI પ્લાન: 2030 સુધીમાં 10 લાખ AI પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું લક્ષ્ય

Pakistan AI Policy: વડાપ્રધાન કાર્યાલયના નિવેદન મુજબ આ નીતિ દ્વારા પાકિસ્તાનનો હેતુ આધુનિક ટેકનોલોજી સાથે જોડાવાનો, યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવાનો અને દેશભરમાં AI Ecosystemની સ્થાપના કરવાનો છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 01, 2025 પર 1:14 PM
પાકિસ્તાને ભારતની રાહે ચાલીને બનાવ્યો AI પ્લાન: 2030 સુધીમાં 10 લાખ AI પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું લક્ષ્યપાકિસ્તાને ભારતની રાહે ચાલીને બનાવ્યો AI પ્લાન: 2030 સુધીમાં 10 લાખ AI પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું લક્ષ્ય
વડાપ્રધાન કાર્યાલયના નિવેદન મુજબ આ નીતિ દ્વારા પાકિસ્તાનનો હેતુ આધુનિક ટેકનોલોજી સાથે જોડાવાનો, યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવાનો અને દેશભરમાં AI Ecosystemની સ્થાપના કરવાનો છે.

Pakistan AI Policy: પાકિસ્તાને તેની પ્રથમ રાષ્ટ્રીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નીતિની જાહેરાત કરી છે, જેના દ્વારા દેશમાં AI Ecosystemની સ્થાપના કરવાનો મહત્વાકાંક્ષી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભારતે તાજેતરમાં ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં AI લેબ્સ બનાવવાની યોજના જાહેર કરી હતી, જેનો હેતુ યુવાનોને AI પ્રોફેશનલ્સ બનાવવાનો છે. હવે પાડોશી દેશ પાકિસ્તાને પણ ભારતની જેમ AI ક્ષેત્રે ઝડપથી આગળ વધવાના પગલાં ઉઠાવ્યાં છે.

પાકિસ્તાનની નવી AI નીતિમાં શું છે ખાસ?

પાકિસ્તાનની ફેડરલ કેબિનેટે બુધવારે National Artificial Intelligence (AI) Policy 2025ને મંજૂરી આપી છે. આ પોલીસી આગામી થોડા મહિનામાં લાગુ થવાની સંભાવના છે. આ નીતિની રચના પાકિસ્તાનના Ministry of Information Technology દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નીતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.

વડાપ્રધાન કાર્યાલયના નિવેદન મુજબ આ નીતિ દ્વારા પાકિસ્તાનનો હેતુ આધુનિક ટેકનોલોજી સાથે જોડાવાનો, યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવાનો અને દેશભરમાં AI Ecosystemની સ્થાપના કરવાનો છે. શહબાઝ શરીફે જણાવ્યું કે, “અમારા યુવાનો અમારો સૌથી મોટો ખજાનો છે. AIમાં રોકાણ એ દેશના ભવિષ્યમાં રોકાણ છે.”

2030 સુધીમાં પાકિસ્તાનના મહત્વાકાંક્ષી લક્ષ્યો

10 લાખ AI પ્રોફેશનલ્સ: 2030 સુધીમાં 10 લાખ યુવાનોને AI ક્ષેત્રે તાલીમ આપીને પ્રોફેશનલ્સ બનાવવા.

1000 Home-Grown AI પ્રોડક્ટ્સ: દેશમાં જ 1000 AI આધારિત પ્રોડક્ટ્સ વિકસાવવી.

બધા સમાચાર

+ વધુુ વાંચો