Get App

લંડનના સાઉથેન્ડ એરપોર્ટ પર પ્લેન ક્રેશ: ટેકઓફ બાદ તૂટી પડ્યું બિઝનેસ જેટ, ભીષણ આગ

Plane crash London: વિમાન બે એન્જિનવાળું ટર્બોપ્રોપ હતું જે નેધરલેન્ડ્સના લેલીસ્ટેડ જઈ રહ્યું હતું. ફ્લાઇટ બપોરે લગભગ 3.45 વાગ્યે ઉડાન ભરવાની હતી.

MoneyControl Newsઅપડેટેડ Jul 14, 2025 પર 10:56 AM
લંડનના સાઉથેન્ડ એરપોર્ટ પર પ્લેન ક્રેશ: ટેકઓફ બાદ તૂટી પડ્યું બિઝનેસ જેટ, ભીષણ આગલંડનના સાઉથેન્ડ એરપોર્ટ પર પ્લેન ક્રેશ: ટેકઓફ બાદ તૂટી પડ્યું બિઝનેસ જેટ, ભીષણ આગ
આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન બે એન્જિનવાળું ટર્બોપ્રોપ હતું અને તે નેધરલેન્ડ્સના લેલીસ્ટેડ જઈ રહ્યું હતું.

Plane crash London: બ્રિટનની રાજધાની લંડનમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રવિવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યે લંડનના સાઉથેન્ડ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાના થોડા જ સમય બાદ એક બિઝનેસ જેટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે ભીષણ આગ લાગી હતી અને કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના પગલે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની વિગતો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો

પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન બે એન્જિનવાળું ટર્બોપ્રોપ હતું અને તે નેધરલેન્ડ્સના લેલીસ્ટેડ જઈ રહ્યું હતું. ફ્લાઇટનો નિર્ધારિત સમય બપોરે લગભગ 3.45 વાગ્યે ટેકઓફનો હતો.

ઘટના સમયે સાઉથેન્ડ એરપોર્ટ પર પોતાના પરિવાર સાથે હાજર એક વ્યક્તિ, જ્હોન જ્હોન્સન નામના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, "વિમાન ટેકઓફ કર્યાના લગભગ ત્રણ કે ચાર સેકન્ડમાં જ ઝડપથી ડાબી તરફ ઝૂકી ગયું. અને ત્યારબાદ થોડી જ સેકન્ડોમાં તે ક્રેશ થઈ ગયું." તેમણે આગળ જણાવ્યું કે, "વિમાન જમીન સાથે અથડાયું હતું, અને તરત જ આગનો એક મોટો ગોળો અને ગાઢ કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો."

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરાડર અનુસાર આ વિમાન બીચ બી200 સુપર કિંગ એર (Beech B200 Super King Air) મોડેલનું હતું. સામાન્ય રીતે આ પ્રકારના વિમાનમાં 12 મુસાફરો મુસાફરી કરતા હોય છે. જોકે, આ ઘટનામાં જાનહાનિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો