Jammu and Kashmir Development: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કટરામાં યોજાયેલી ભવ્ય જનસભામાં ચિનાબ બ્રિજ, વિશ્વનો સૌથી ઉંચો રેલવે આર્ચ બ્રિજ, અને ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લાઇન (USBRL) પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. આ સાથે, તેમણે કટરા-શ્રીનગર વચ્ચે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત પણ કરી, જે જમ્મુ-કાશ્મીરના વિકાસ અને કનેક્ટિવિટીને નવી ઊંચાઈઓ આપશે. આ પ્રસંગે PM મોદીએ કહ્યું, “કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું રેલવે નેટવર્ક હવે હકીકત બની ગયું છે. આ કોઈ સપનું નથી, પરંતુ ભારતના સામર્થ્યનું પ્રતીક છે.”