SCO Summit 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીન જશે. ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ પીએમ મોદી પહેલી વાર ચીનની મુલાકાતે છે. અહેવાલ મુજબ, પીએમ મોદી 31 ઓગસ્ટે ચીનની મુલાકાત લેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાત લેશે. 2019 પછી પીએમ મોદીની આ પહેલી ચીનની મુલાકાત પણ હશે.