Vande Bhart Train: દેશની સૌથી ઝડપી સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ઘણા લોકોને આકર્ષી રહી છે. આ ટ્રેન 160 KMની ઝડપે દોડી શકે છે અને તેમાં ઘણી આધુનિક ટેકનિક પણ છે જેના કારણે રેલવે મુસાફરો આ ટ્રેનને ખૂબ પસંદ કરી રહ્યા છે. જોકે હાલમાં વંદે ભારત સંપૂર્ણપણે ચેર કાર ટ્રેન છે. એટલે કે આ ટ્રેનમાં બેસીને જ મુસાફરી કરી શકાય છે. પરંતુ હવે ટૂંક સમયમાં રેલવે મુસાફરોને સ્લીપર વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે.

