સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં લાવારિસ કૂતરાંને લગતા મહત્વના નિર્ણયમાં રાહત આપી છે. કોર્ટે 11 ઓગસ્ટના આદેશમાં સુધારો કરતાં જણાવ્યું કે, બધા જ કૂતરાંને શેલ્ટર હોમમાં રાખવામાં નહીં આવે. તેના બદલે, વેક્સિનેશન અને કૃમિનાશક દવા આપ્યા બાદ તેમને તેમના મૂળ સ્થળે છોડવામાં આવશે. જોકે, રેબીઝથી પીડિત અથવા અત્યંત આક્રમક કૂતરાંને શેલ્ટર હોમમાં રાખવાની છૂટ આપવામાં આવી છે.