Get App

T20 World Cup Final 2026: ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન, ન્યૂઝીલેન્ડને 96 રને કચડ્યું! પીએમ મોદી, સચિન અને વિરાટે પાઠવી ખાસ શુભેચ્છા

India vs New Zealand Final: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવી T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીત્યો. સળંગ બીજી વાર ટ્રોફી જીતી ભારતે ઈતિહાસ રચ્યો. જાણો પીએમ મોદી અને દિગ્ગજોએ શું કહ્યું.

MoneyControl Newsઅપડેટેડ Mar 09, 2026 પર 9:24 AM
T20 World Cup Final 2026: ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન, ન્યૂઝીલેન્ડને 96 રને કચડ્યું! પીએમ મોદી, સચિન અને વિરાટે પાઠવી ખાસ શુભેચ્છાT20 World Cup Final 2026: ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન, ન્યૂઝીલેન્ડને 96 રને કચડ્યું! પીએમ મોદી, સચિન અને વિરાટે પાઠવી ખાસ શુભેચ્છા
India vs New Zealand Final: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવી T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીત્યો.

T20 World Cup 2026 winner: T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને ધૂળ ચટાડી છે. ભારતે ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને સતત બીજી વાર અને કુલ ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતીય ખેલાડીઓના આ જબરદસ્ત પ્રદર્શન પર આખો દેશ ઝૂમી ઉઠ્યો છે અને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

બેટ્સમેનોની તોફાની બેટિંગ, બનાવ્યો રનનો પહાડ

ફાઈનલ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 255 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ અને માત્ર 159 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયાની શરૂઆત એકદમ આક્રમક રહી હતી. ઓપનર સંજુ સેમસને ધમાકેદાર 89 રન ફટકાર્યા હતા. જ્યારે અભિષેક શર્માએ 52 રન અને ઈશાન કિશને 54 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ તોફાની બેટિંગના લીધે જ ભારતે માત્ર 15 ઓવરમાં જ 200 રનનો આંકડો પાર કરી લીધો હતો.

ભારતની જીત સાથે બન્યા આ મોટા રેકોર્ડ્સ:

ભારત સતત બે વખત (Back to back) T20 વર્લ્ડ કપ જીતનારી દુનિયાની પહેલી ટીમ બની ગઈ છે.

ક્રિકેટ ઈતિહાસમાં કોઈ યજમાન (Host) દેશે પોતાના ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીત્યો હોય તેવું આ પહેલીવાર બન્યું છે.

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની ફાઈનલમાં સૌથી મોટો સ્કોર (Highest Score) બનાવવાનો નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો