Tesla showroom Mumbai: ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ આજે ભારતમાં પોતાનો પહેલો શોરૂમ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ખોલ્યો છે. આ શોરૂમનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં થયું. હાલમાં, ટેસ્લા ભારતમાં ફક્ત મોડેલ Y કોમ્પેક્ટ SUV વેચશે, જેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 59.89 લાખ છે, જ્યારે ઓન-રોડ કિંમત 61.07 લાખ સુધી પહોંચે છે. આ કિંમત અમેરિકાની તુલનામાં 28 લાખ વધુ છે, જેનું મુખ્ય કારણ 70% આયાત શુલ્ક છે.