Get App

‘શરમ જેવું તો કંઈ રહ્યું નથી...' ઓબામાએ ટ્રમ્પ સરકારને ગણાવ્યો ‘જોકરોનો શૉ', મિશેલ ઓબામા પરના વીડિયો મુદ્દે થયા લાલઘૂમ

Barack Obama: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ટ્રમ્પ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટ્રમ્પના બીજા કાર્યકાળને ‘જોકરોનો શૉ' ગણાવ્યો છે. વાંચો મિશેલ ઓબામાના વીડિયો વિવાદ અને ઓબામાની ચેતવણી વિશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 16, 2026 પર 12:03 PM
‘શરમ જેવું તો કંઈ રહ્યું નથી...' ઓબામાએ ટ્રમ્પ સરકારને ગણાવ્યો ‘જોકરોનો શૉ', મિશેલ ઓબામા પરના વીડિયો મુદ્દે થયા લાલઘૂમ‘શરમ જેવું તો કંઈ રહ્યું નથી...' ઓબામાએ ટ્રમ્પ સરકારને ગણાવ્યો ‘જોકરોનો શૉ', મિશેલ ઓબામા પરના વીડિયો મુદ્દે થયા લાલઘૂમ
Barack Obama: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ટ્રમ્પ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Donald Trump US Politics: અમેરિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વર્તમાન ટ્રમ્પ સરકાર પર અત્યાર સુધીનો સૌથી મોટો શાબ્દિક હુમલો કર્યો છે. ઓબામાએ ટ્રમ્પના બીજા કાર્યકાળની ટીકા કરતા તેને સીધેસીધો ‘જોકરોનો શૉ' (Clown Show) ગણાવી દીધો છે. તેમણે કહ્યું કે વ્હાઈટ હાઉસમાંથી જે પ્રકારના નિવેદનો આવી રહ્યા છે, તેનાથી મોટાભાગના અમેરિકનો પરેશાન છે.

મિશેલ ઓબામા પરના વીડિયોથી વિવાદ

આ સમગ્ર મામલો ત્યારે ગરમાયો જ્યારે બરાક ઓબામાએ બ્રાયન ટાયલર કોહેનના પ્રખ્યાત પોડકાસ્ટ ‘નો લાઈ'માં હાજરી આપી હતી. અહીં વાતચીત દરમિયાન પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાને લઈને બનાવવામાં આવેલા એક આપત્તિજનક વીડિયોનો મુદ્દો ઉછળ્યો હતો. આ વીડિયો અંગે ટ્રમ્પે માફી માંગવાને બદલે તેને માત્ર એક કર્મચારીની ભૂલ ગણાવી હતી. આ વલણથી ઓબામા ભારે નારાજ જોવા મળ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "આ પ્રકારનું વર્તન અમેરિકાના લોકો માટે ખૂબ જ હેરાન કરનારું છે."

‘શરમ જેવું તો કંઈ બચ્યું જ નથી'

ઓબામાએ વર્તમાન રાજકીય પરિસ્થિતિને ટીવી અને ઈન્ટરનેટ પર ચાલતા કોઈ સર્કસ સાથે સરખાવી હતી. તેમણે કહ્યું કે, "એક પ્રકારનો ‘જોકરોનો શૉ' ચાલી રહ્યો છે. જે લોકો પહેલા એવું માનતા હતા કે રાષ્ટ્રપતિ પદ માટે એક મર્યાદા, શિષ્ટાચાર અને આદર હોવો જોઈએ, તેમનામાં હવે જરાય શરમ રહી નથી. તે બધું ક્યાંક ખોવાઈ ગયું છે."

ધ્યાન ભટકાવવાની રાજનીતિ જ્યારે ઇમિગ્રેશનના મુદ્દે અને નાગરિકોના મોતને ‘ઘરેલુ આતંકવાદી' ગણાવવાની વાત આવી, ત્યારે પણ ઓબામાએ ટ્રમ્પ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે આને લોકોનું ધ્યાન ભટકાવવાની રાજનીતિ ગણાવી હતી. ઓબામાએ ઉમેર્યું હતું કે, "અમેરિકાના મોટાભાગના સામાન્ય લોકો આજે પણ સરળતા અને દયાભાવમાં વિશ્વાસ રાખે છે, પરંતુ રાજકારણીઓ મુદ્દાને બીજે વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે."

લોકશાહી બચાવવા ઓબામાની ચેતવણી

બધા સમાચાર

+ વધુુ વાંચો