Ahmedabad Rain Update: ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અમદાવાદમાં બુધવારની રાત્રે વીજળીના જોરદાર કડાકા અને ભડાકા સાથે ભારે વરસાદે શહેરને ધમરોળ્યું હતું. આખી રાત ચાલેલા આ વરસાદે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જી હતી. પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીનો ભરાવો એટલો વધ્યો કે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આજે, ગુરુવારે સવારથી પણ વરસાદી માહોલ જોવા મળ્યો, જેના કારણે શહેરમાં ગમે ત્યારે ફરી વરસાદ તૂટી પડે એવી શક્યતા છે.