Vibrant Gujarat Global Summit 2024: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ગાંધીનગરમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 નું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ છે. ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઇઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળ, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા છે. આ સમિટમાં વિક્રમસર્જક 34 દેશો કન્ટ્રી પાર્ટનર છે અને 16 સંસ્થાઓ ભાગીદાર તરીકે જોડાઈ છે. ત્યારે આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આજે ભારત દુનિયાની પાંચમી ઇકોનોમી છે અને મારી ગેરંટી છે કે, આપણે ટોપ 3માં આવી જઇશું.

