Operation Sindoor: ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને સજા આપવા માટે પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો છે, જેને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું છે. હવે આ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, "ભારતીય સેનાએ નિર્ધારિત લક્ષ્ય પર સચોટ કાર્યવાહી હાથ ધરી. જેમણે અમને માર્યા તેમને અમે મારી નાખ્યા છે. અમે આતંકવાદીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો છે."