રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે દેશને મોટા સમાચાર આપ્યા છે. માહિતી આપતાં તેમણે કહ્યું કે બેન્કોની NPA 12 વર્ષમાં સૌથી નીચા 2.8 ટકા પર આવી ગઈ છે. જેના કારણે મજબૂત જીડીપી વૃદ્ધિના આંકડા દેશને આર્થિક વૃદ્ધિની ગતિ જાળવી રાખવામાં અને ગ્લોબલ ઝટકાઓનો સામનો કરવામાં મદદ કરશે. ખાનગી અને સરકારી વપરાશ અને બાહ્ય માંગમાં મંદી હોવા છતાં, દેશનું વાસ્તવિક કુલ ઘરેલું ઉત્પાદન (GDP) નાણાકીય વર્ષ 2023-24માં 8.2 ટકા વધ્યું હતું, જ્યારે એક વર્ષ અગાઉ વૃદ્ધિ દર સાત ટકા હતો.