WWDC 2025: Appleએ તેની વાર્ષિક Worldwide Developers Conference (WWDC 2025)માં નવા ઓપરેટિંગ સિસ્ટમ્સ iPadOS 26, WatchOS 26, macOS Tahoe 26, visionOS અને tvOS રજૂ કર્યા છે. આ વખતે કંપનીએ તેના તમામ ડિવાઇસ માટે એક સમાન "Liquid Glass" ડિઝાઇન લેંગ્વેજ અપનાવી છે, જે યુઝર ઇન્ટરફેસને વધુ આકર્ષક અને ઇન્ટરેક્ટિવ બનાવે છે. આ ઉપરાંત, Apple Intelligenceના નવા AI ફીચર્સ પણ આ ઓપરેટિંગ સિસ્ટમ્સમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ નવા OS ની ખાસિયતો વિશે.