Bajaj Finance Share Price: બજાજ ફાઈનાન્નેંસના શેર ઈંટ્રાડેમાં 8 ટકાથી વધારે નબળા થઈને 6032.25 રૂપિયાના સ્તર પર આવી ગયા. ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નબળા એયૂએમ (assets under management) ગ્રોથને બજારે નિરાશ કર્યા છે. Bajaj Finance ડિસેમ્બર, 2022 માં સમાપ્ત ક્વાર્ટરના દરમ્યાન એયૂએમ વધીને 2.3 લાખ કરોડ રૂપિયા થઈ ગયા, જે એક વર્ષ પહેલા 1.8 લાખ કરોડ રૂપિયાની આસપાસ હતા. જો કે, ક્વાર્ટર વાર એયૂએમમાં ફક્ત 12,500 કરોડ રૂપિયા એટલે કે 5.7 ટકાનો વધારો દર્જ કર્યો. પૂર્વાહ્ન 11 વાગ્યે શેર 7 ટકા નબળા થઈને 6112 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા.
સીએલએસએ એ આપી વેચવાલીની સલાહ
બ્રોકિંગ ફર્મ સીએલએસએ (CLSA) એ બજાજ ફાઈનાન્સના શેર માટે 6,000 રૂપિયાના ટાર્ગેટની સાથે વેચવાલીની સલાહ આપી છે. વિદેશી બ્રોકરેજે કહ્યુસ ત્રીજા ક્વાર્ટરમાં એયૂએમ ગ્રોથ અમારા 7.5 ટકાના ક્વાર્ટર વાર અનુમાનથી 200 બેસિસ પોઈન્ટ ઓછા રહ્યા છે. સામાન્ય રીતે તહેવારોના કારણે ત્રીજુ ક્વાર્ટર મજબૂત રહે છે, એટલા માટે તો તેના પર બીજા ક્વાર્ટરની અસર દેખાય છે કે તેને પોતાના કેટલાક માર્કેટ શેર ગુમાવી દીધા છે.

