Get App

Asian Market Today: એશિયન માર્કેટમાં ધમાકેદાર તેજી, કોસ્પી 7% ઉછળ્યો, US મોંઘવારી ડેટા અને AI શેરોએ વધાર્યો રોકાણકારોનો ઉત્સાહ

એશિયન બજારોમાં આજે શાનદાર તેજી છે. USમાં મોંઘવારી ઘટતા અને AI શેરોમાં ખરીદીથી કોસ્પી 7% ઉછળ્યો. જાણો ગ્લોબલ માર્કેટ, શેરબજાર અને ક્રૂડના લેટેસ્ટ અપડેટ્સ.

MoneyControl Newsઅપડેટેડ Jul 15, 2026 પર 9:07 AM
Asian Market Today: એશિયન માર્કેટમાં ધમાકેદાર તેજી, કોસ્પી 7% ઉછળ્યો, US મોંઘવારી ડેટા અને AI શેરોએ વધાર્યો રોકાણકારોનો ઉત્સાહAsian Market Today: એશિયન માર્કેટમાં ધમાકેદાર તેજી, કોસ્પી 7% ઉછળ્યો, US મોંઘવારી ડેટા અને AI શેરોએ વધાર્યો રોકાણકારોનો ઉત્સાહ
દક્ષિણ કોરિયા: કોસ્પી (Kospi) ઈન્ડેક્સમાં 6.95% નો તોફાની ઉછાળો નોંધાયો છે, જ્યારે કોસડેક 5.08% વધ્યો છે.

Asian Market Today: આજે એશિયન શેરબજારોમાં જબરદસ્ત રોનક જોવા મળી રહી છે. અમેરિકામાં મોંઘવારીના આંકડા અપેક્ષા કરતા ઘણા સારા આવ્યા છે. આના કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની શક્યતાઓ ઘટી ગઈ છે. આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેક્ટરના શેરોમાં નવી તેજી આવવાથી રોકાણકારોના સેન્ટિમેન્ટને મોટો ટેકો મળ્યો છે. આ જ કારણ છે કે આજે ગ્લોબલ અને એશિયન માર્કેટ લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે.

એશિયન બજારોની લેટેસ્ટ સ્થિતિ

ચિપ બનાવતી કંપનીઓના શેરોમાં ભારે ખરીદીના કારણે બજારોમાં ઉછાળો આવ્યો છે. ચાલો જોઈએ એશિયાના મુખ્ય ઈન્ડેક્સની સ્થિતિ,,,કોસ્પી ઈન્ડેક્સમાં 6.95% નો તોફાની ઉછાળો નોંધાયો છે, જ્યારે કોસડેક 5.08% વધ્યો છે.

નિક્કેઈ 225 0.87% અને ટોપિક્સ 0.23% ની મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યા છે.હોંગકોંગનો હેંગ સેંગ 1.10% અને સ્ટ્રેટ ટાઈમ્સ 0.57% ઉપર છે. તાઈવાનનું બજાર 1.43% વધીને 45,379.03 પર પહોંચ્યું છે, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.08% વધીને 3,974.02 ના સ્તર પર છે.

અમેરિકન બજારોમાં પણ શાનદાર રિકવરી

મંગળવારે અમેરિકન શેરબજાર પણ સારી એવી વધઘટ બાદ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. બેન્કોની સારી કમાણી અને મોંઘવારી ઘટવાના રિપોર્ટથી બજારને ફાયદો થયો છે. ડાઉ જોન્સ 10.02 પોઈન્ટ વધીને 52,508.66 પર બંધ થયો.

S&P 500 ઈન્ડેક્સ 28.55 પોઈન્ટ (0.38%) વધીને 7,543.89 પર પહોંચ્યો. નાસ્ડેક 233.83 પોઈન્ટ એટલે કે 0.90% ના મોટા ઉછાળા સાથે 26,107.01 પર બંધ રહ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો