Get App

નોઇડાના મામુરામાં ભીષણ આગથી હાહાકાર, ઈ-બાઈક ચાર્જિંગમાં સ્પાર્ક થતા 2 લોકોના કરુણ મોત, CM યોગી એક્શનમાં

નોઇડાના સેક્ટર 66 સ્થિત મામુરા ગામમાં ઇલેક્ટ્રિક બાઇક ચાર્જિંગ દરમિયાન લાગેલી ભીષણ આગમાં 2 લોકોના મોત થયા છે. સીએમ યોગીએ ઘટનાની નોંધ લીધી છે. જાણો સમગ્ર અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Jul 15, 2026 પર 3:33 PM
નોઇડાના મામુરામાં ભીષણ આગથી હાહાકાર, ઈ-બાઈક ચાર્જિંગમાં સ્પાર્ક થતા 2 લોકોના કરુણ મોત, CM યોગી એક્શનમાંનોઇડાના મામુરામાં ભીષણ આગથી હાહાકાર, ઈ-બાઈક ચાર્જિંગમાં સ્પાર્ક થતા 2 લોકોના કરુણ મોત, CM યોગી એક્શનમાં
અહીં એક ઇલેક્ટ્રિક વાહનની બેટરી ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. ચાર્જિંગ દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થયો અને આગ ભભૂકી ઉઠી. જોતજોતામાં નજીકમાં પાર્ક કરેલા પેટ્રોલ વાહનોએ પણ આગ પકડી લીધી, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના નોઇડામાંથી એક હચમચાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. નોઇડાના ભીડભાડવાળા વિસ્તાર એવા મામુરા ગામમાં એક રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળતાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આગને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી.

આગ કેવી રીતે લાગી?

પ્રાપ્ત માહિતી અનુસાર, નોઇડાના સેક્ટર 66 માં આવેલા મામુરા વિસ્તારના એક G-4 બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આ દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક ઇલેક્ટ્રિક વાહનની બેટરી ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. ચાર્જિંગ દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થયો અને આગ ભભૂકી ઉઠી. જોતજોતામાં નજીકમાં પાર્ક કરેલા પેટ્રોલ વાહનોએ પણ આગ પકડી લીધી, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

50 પરિવારોનો આબાદ બચાવ, 2 ના મોત

જે બિલ્ડિંગમાં આગ લાગી તેમાં અંદાજે 50 જેટલા પરિવારો વસવાટ કરતા હતા. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તુરંત એક્શનમાં આવી ગઈ હતી.

ઘટનાસ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડની 7 ગાડીઓ અને હાઈડ્રોલિક પ્લેટફોર્મ પહોંચી ગયા હતા. મુખ્ય ફાયર અધિકારી અને સ્થાનિક પોલીસે ભારે જહેમત ઉઠાવીને બિલ્ડિંગમાં ફસાયેલા તમામ પરિવારોને રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, બિલ્ડિંગમાં ફેલાયેલા ભયાનક ધુમાડાને કારણે 2 લોકોની હાલત ખૂબ લથડી ગઈ હતી.તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુઃખદ રીતે સારવાર દરમિયાન એક મહિલા અને એક પુરુષનું મોત નીપજ્યું હતું. હાલમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

CM યોગી આદિત્યનાથે આપ્યા કડક નિર્દેશ

બધા સમાચાર

+ વધુુ વાંચો