Get App

Closing Bell: યુદ્ધવિરામની ચિંતાએ બજારનો ખેલ બગાડ્યો, સેન્સેક્સ 931 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23800 નીચે બંધ

5 દિવસની શાનદાર તેજી બાદ શેરબજારમાં મોટો કડાકો. યુદ્ધવિરામની ચિંતાઓને કારણે સેન્સેક્સ 931 પોઈન્ટ ગગડ્યો અને નિફ્ટી 23800 નીચે બંધ રહ્યો. જાણો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Apr 09, 2026 પર 3:47 PM
Closing Bell: યુદ્ધવિરામની ચિંતાએ બજારનો ખેલ બગાડ્યો, સેન્સેક્સ 931 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23800 નીચે બંધClosing Bell: યુદ્ધવિરામની ચિંતાએ બજારનો ખેલ બગાડ્યો, સેન્સેક્સ 931 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23800 નીચે બંધ
જોકે, ઘટાડાના આ માહોલમાં પણ મેટલ, પાવર અને ફાર્મા જેવા સેક્ટર્સમાં ખરીદી જોવા મળી હતી અને આ ઈન્ડેક્સ 0.5% થી 1% ના વધારા સાથે બંધ થયા હતા.

Closing Bell: ભારતીય શેરબજારમાં છેલ્લા 5 દિવસથી ચાલી રહેલી શાનદાર તેજી પર આજે, 9 એપ્રિલે બ્રેક લાગી ગઈ છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામ અંગેની નવી ચિંતાઓને કારણે બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું અને રોકાણકારોએ મોટાપાયે પ્રોફિટ બુકિંગ કર્યું. પરિણામે, બજાર દિવસભર લાલ નિશાનમાં રહ્યું અને મોટા ઘટાડા સાથે બંધ થયું.

આજના કારોબારના અંતે, BSE સેન્સેક્સ 931.25 પોઈન્ટ (1.20%) ના મોટા ઘટાડા સાથે 76,631.65 ના સ્તરે બંધ થયો. તેવી જ રીતે, NSE નિફ્ટી 222.25 પોઈન્ટ (0.93%) તૂટીને 23,775.10 ના સ્તરે બંધ થયો, જે 23,800 ના મહત્વના મનોવૈજ્ઞાનિક સ્તરની નીચે છે.

કયા સેક્ટરમાં મંદી, ક્યાં તેજી?

આજના ઘટાડાની આગેવાની બેન્કિંગ અને ઓઈલ-ગેસ સેક્ટરે કરી હતી. સેક્ટોરલ ફ્રન્ટ પર નજર કરીએ તો ઓઈલ એન્ડ ગેસ, PSU બેન્ક, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પ્રાઈવેટ બેન્ક સેક્ટરમાં 0.4% થી 2% સુધીનો ઘટાડો જોવા મળ્યો.

જોકે, ઘટાડાના આ માહોલમાં પણ મેટલ, પાવર અને ફાર્મા જેવા સેક્ટર્સમાં ખરીદી જોવા મળી હતી અને આ ઈન્ડેક્સ 0.5% થી 1% ના વધારા સાથે બંધ થયા હતા.

નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ગેનર્સ

આજના ઘટાડામાં મોટાભાગના હેવીવેઇટ શેર્સમાં વેચવાલી જોવા મળી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો