Get App

2024 ના બીજા છમાસિકમાં વ્યાજદરમાં ઘટાડો આવશે: દેવેન ચોક્સી

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Nov 15, 2023 પર 3:18 PM
2024 ના બીજા છમાસિકમાં વ્યાજદરમાં ઘટાડો આવશે: દેવેન ચોક્સી2024 ના બીજા છમાસિકમાં વ્યાજદરમાં ઘટાડો આવશે: દેવેન ચોક્સી
દેવેન ચોક્સીના મતે નિફ્ટી 50 સ્ટોક્સમાં અત્યારે વેલ્યુ દૃષ્ટીએ ખરીદી કરી શકાય. જ્યા વેલ્યુએશન વધારે છે એવા સ્મોલકેપમાં નફા બાંધી લો.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે USમાં સતત વ્યાજદર વધારા પછી પોઝ આવ્યો છે. USમાં વ્યાજદરે અત્યારે શિખર બનાવી દીધા છે. 6 મહિના સુધી વ્યાજદર આ સ્તરે યથાવત્ રહેશે. 2024 ના બીજા છમાસિકમાં વ્યાજદરમાં ઘટાડો આવશે. ભારતમાં પણ મોંઘવારી અંકુશમાં આવતા વ્યાજદર ઘટતા જોવા મળશે.

દેવેન ચોક્સીના મતે નિફ્ટી 50 સ્ટોક્સમાં અત્યારે વેલ્યુ દૃષ્ટીએ ખરીદી કરી શકાય. જ્યા વેલ્યુએશન વધારે છે એવા સ્મોલકેપમાં નફા બાંધી લો. આ નફાને લાર્જકેપમાં જ રોકાવો જોઈએ. લાર્જકેપમાં અત્યારે સારી તક જોવા મળી રહી છે. કેપિટલ ગુડ્ઝની એન્સિલરી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ.

બધા સમાચાર

+ વધુુ વાંચો