Get App

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કંપની આધારીત રોકાણ કરવું - સચિન ત્રિવેદી

સચિન ત્રિવેદીના મુજબ કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી સેક્ટરમાં રોકાણ કરી શકાય છે. પ્રાઈવેટ સેક્ટર બેન્ક વધુ ગમી રહી છે. NBFCs કરતા બેન્કિંગ સેક્ટરમાં રોકાણ રાખો. ઈન્શ્યોરન્સ કંપનીઓ આવનારા સમયમાં સારું પ્રદર્શન દેખાડશે. મિડકેપ ITમાંથી સારી કંપનીઓમાં રોકાણ કરી શકાય.

MoneyControl Newsઅપડેટેડ Nov 27, 2025 પર 5:17 PM
મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કંપની આધારીત રોકાણ કરવું - સચિન ત્રિવેદીમેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કંપની આધારીત રોકાણ કરવું - સચિન ત્રિવેદી
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું UTI AMCના ફંડ મેનેજર સચિન ત્રિવેદી પાસેથી.

સચિન ત્રિવેદીનું કહેવુ છે કે સરકારનું વલણ હવે કન્ઝમ્પશન તરફ વધ્યું છે. હવે ગુણવત્તાવાળી કંપનીઓ તરફ ધ્યાન આપવું. અત્યારે વેલ્યુએશન લાર્જકેપમાં વ્યાજબી છે. EMSમાં પણ હવે કંપનીઓ અન્ય પ્રોડક્ટ તરફ વળી છે. કેમિકલ્સ, ફોન ઉત્પાદન જેવા સેક્ટરમાં આત્મનિર્ભર તરફ વળીશું.

સચિન ત્રિવેદીના મતે આત્મનિર્ભર ભારતની થીમ પર કંપનીને જોઈને રોકાણ કરવું. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કંપની આધારીત રોકાણ કરવું. બેન્કિંગ સેક્ટર હાલ ગમી રહ્યું છે. IT સેક્ટરમાં હાલ વેલ્યુએશન ઘણાં આકર્ષક છે. કન્ઝમ્પશનમાં FMCG સેક્ટરથી દૂર રહેવાની સલાહ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો