IT stocks: આજે, 22 સપ્ટેમ્બરના રોજ ભારતીય IT કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ટેક મહિન્દ્રા, LTIMindtree, Mphasis અને Coforge જેવી મિડ-કેપ IT કંપનીઓના શેર 3% થી 6% સુધી ઘટી ગયા. TCS, Infosys અને HCLTech જેવા લાર્જ-કેપ IT શેરોમાં પણ 2% થી વધુનો ઘટાડો થયો. યુએસ H-1B વિઝા નિયમોમાં તાજેતરના ફેરફારો પછી આ ઘટાડો થયો છે.