Paytm Share Price: Paytm ની પેરેન્ટ કંપની, One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં ભવિષ્યમાં આશરે 21% નો વધારો જોવા મળી શકે છે. આ અપેક્ષા બ્રોકરેજ ફર્મ Jefferies ના નવા ટાર્ગેટ ભાવથી ઉભી થઈ છે. Jefferies એ Paytm ના શેર પર "ખરીદી" રેટિંગ જાળવી રાખ્યું છે અને લક્ષ્ય ભાવ ₹1,370 થી વધારીને ₹1,420 પ્રતિ શેર કર્યો છે. આ Paytm ના શેર માટેનો સૌથી વધુ ભાવ લક્ષ્ય છે અને BSE પર સ્ટોકના પાછલા બંધ ભાવથી 20.6% નો વધારો દર્શાવે છે.