Market news: બજારે 21 જુલાઈના સમાપ્ત થયેલા સપ્તાહમાં પણ પોતાનું રેકૉર્ડ પ્રદર્શન ચાલુ રાખ્યુ. નિફ્ટી 20,000 ની નજીક અને સેન્સેક્સ પ્રથમ વખત 67,000 ની ઉપર ગયો. ચોમાસાની સારી પ્રગતિ, ભારતીય ઉદ્યોગોના સારા પરિણામો અને મિશ્ર સંકેતો છતાં સતત વિદેશી રોકાણથી બજારને ટેકો મળી રહ્યો છે. જો કે, ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમયગાળા માટે ઇન્ફોસિસે નબળા માર્ગદર્શન આપ્યા બાદ આઇટી શેરો નબળા પડ્યા હતા. જેના કારણે શુક્રવારે બજારમાં થોડી વેચવાલી જોવા મળી હતી. સપ્તાહના અંતે બીએસઈ સેન્સેક્સ 0.94 ટકા એટલે કે 623.36 અંક વધીને 66684.26 પર અને નિફ્ટી 50 0.92 ટકા એટલે કે 180.5 પોઇન્ટ વધીને 19745 પર બંધ થયો હતો.

