બૉન્ડ યીલ્ડમાં વધારો, તેલની વધતી કિંમતો અને ડૉલરમાં મજબૂતીની વચ્ચે ગ્લોબલ ઈકોનૉમિક સ્થિતિ ઘણી ડાંવાડોલ જોવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં બજારના વિશ્લેષકો બજારના ટૂંકા ગાળાના આઉટલૂકને લઈને ચિંતિત જણાય છે. મનીકંટ્રોલ સાથેની એક ખાસ વાતચીતમાં, એવેન્ડસ કેપિટલ પબ્લિક માર્કેટ્સ અલ્ટરનેટ સ્ટ્રેટેજીસના સીઇઓ (Avendus Capital Public Markets Alternate Strategies) એંડ્ર્યૂલ હૉલેંડ (Andrew Holland) એ કહ્યુ કે દુનિયાભરથી આવી રહેલા આંકડા મિશ્ર સંકેત આપી રહ્યા છે. તેના ચાલતા બજારમાં વોલેટિલિટી વધતી દેખાય રહી છે.

