Get App

Renewable Energy Stocks: ઉનાળામાં આ 4 શેર કરાવી શકે છે જોરદાર કમાણી, Jefferies એ આપી ખરીદવાની સલાહ

ઉનાળાની ગરમી અને વધતી વીજળીની માંગ વચ્ચે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં તેજીના સંકેત છે. ગ્લોબલ બ્રોકરેજ Jefferies એ JSW Energy અને NTPC સહિત 4 શેરોમાં રોકાણની સલાહ આપી છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 20, 2026 પર 4:12 PM
Renewable Energy Stocks: ઉનાળામાં આ 4 શેર કરાવી શકે છે જોરદાર કમાણી, Jefferies એ આપી ખરીદવાની સલાહRenewable Energy Stocks: ઉનાળામાં આ 4 શેર કરાવી શકે છે જોરદાર કમાણી, Jefferies એ આપી ખરીદવાની સલાહ
બ્રોકરેજ મુજબ, વધતી જતી વીજળીની માંગ, સરકારનો મજબૂત સપોર્ટ અને ઊર્જા સુરક્ષા જેવા પરિબળો આ સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

Renewable Energy Stocks: ભારતમાં ઉનાળાની શરૂઆતની સાથે જ વીજળીની માંગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) સેક્ટર સાથે જોડાયેલા શેર રોકાણકારોના રડાર પર આવ્યા છે. ગ્લોબલ બ્રોકરેજ હાઉસ Jefferies એ તેના તાજેતરના રિપોર્ટમાં આ સેક્ટરના 4 મજબૂત સ્ટોક્સ પસંદ કર્યા છે, જેમાં આગામી સમયમાં શાનદાર વળતર મળવાની શક્યતા છે.

બ્રોકરેજ મુજબ, વધતી જતી વીજળીની માંગ, સરકારનો મજબૂત સપોર્ટ અને ઊર્જા સુરક્ષા જેવા પરિબળો આ સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

Jefferies ની ટોપ પિક્સ અને ટાર્ગેટ પ્રાઈસ

JSW Energy: પાવર સેક્ટરમાં જેફરીઝની પહેલી પસંદ JSW Energy છે. આ શેર પર ‘Buy’ રેટિંગ સાથે 660 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. વર્તમાન ભાવથી આ શેરમાં અંદાજે 35% સુધીની તેજી જોવા મળી શકે છે.

NTPC: સરકારી માલિકીની આ કંપની પર પણ બ્રોકરેજ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. NTPC માટે 440 રૂપિયાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે, જે વર્તમાન સ્તરથી લગભગ 16% અપસાઈડ સૂચવે છે.

Premier Energies: સોલર મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં આ કંપની જેફરીઝની પસંદગીની યાદીમાં છે.

Emmvee: સોલર સેક્ટરમાં કામ કરતી આ કંપનીને પણ બ્રોકરેજ હાઉસ દ્વારા ‘Buy’ રેટિંગ આપવામાં આવ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો