Nifty 50 and Bank Nifty: ભારતીય શેરબજારમાં તાજેતરની ઘટાડાની સ્થિતિ ચાલુ છે, જેની પાછળ ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ચર્ચામાં અનિશ્ચિતતા, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની સતત વેચવાલી અને કંપનીઓની નબળી ત્રિમાસિક આવક જેવાં કારણો છે. SBI સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને ટેકનિકલ રિસર્ચ હેડ સુદીપ શાહે નવા સપ્તાહ માટે બજારનું વિશ્લેષણ અને ટોપ સ્ટોક પસંદગી શેર કરી છે. આવો જાણીએ તેમની એક્સપર્ટ સલાહ અને સ્ટોક આઇડિયા.